
A Divine Vision
દિવ્ય વિઝન

A Divine Vision
संकल्पात् साकारम्
માત્ર મંદિર નહીં... એક અમૂલ્ય આધ્યાત્મિક વારસો
શ્રીહરિની પાવન સ્મૃતિ અને ‘સ્વામિનારાયણ’ મહામંત્રના પ્રાગટ્યની પવિત્ર ધરતી પર આકાર લેતું એક ઐતિહાસિક ધામ.
પથ્થરો અને શિલ્પોથી નહીં, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને કૃતજ્ઞતાથી રચાતું આ પવિત્ર સ્થાન.
જ્યાં ઇતિહાસ માત્ર વાંચવામાં નહીં, પરંતુ હૃદયથી અનુભવવામાં આવશે.
જ્યાં દરેક શિલ્પ શ્રીહરિની દિવ્ય સ્મૃતિ અને મહામંત્રની મહિમાને ઉજાગર કરશે.
જ્યાં ‘સ્વામિનારાયણ’ મહામંત્ર માત્ર ઉચ્ચારવામાં નહીં, પરંતુ હૃદયમાં પ્રગટશે.
આવનારી પેઢીઓ માટે સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌરવશાળી આધ્યાત્મિક વિરાસતને જીવંત રાખતું પાવન કેન્દ્ર.
એક પવિત્ર સંકલ્પ — શ્રીહરિના રાજીપા માટે, ભક્તિ અને આધ્યાત્મિક વારસાને શાશ્વત બનાવવા માટે.
પૂજ્ય ગુરુજીનો દિવ્ય સંકલ્પપત્ર
માત્ર મંદિર નહીં... એક અમૂલ્ય આધ્યાત્મિક વારસો
સદ્ગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામીના હસ્તે આલેખાયેલો દિવ્ય વિઝન સંદેશ
