શ્રી સ્વામિનારાયણ મહામંત્રધામश्री स्वामिनारायण महामंत्रधामFareni · Gujarat
SHREE SWAMINARAYAN MAHAMANTRA DHAM
A sacred destination, taking shape
A living dream, rising stone by stone
The shikhara rises in devotion
Every pillar raised with faith

શ્રી સ્વામિનારાયણ મહામંત્રધામ

श्री स्वामिनारायण महामंत्रधाम

Fareni · Gujarat

Temple under construction
SCROLL
Pujya Sadguru Nilkanthcharandasji Swami

A Divine Vision

संकल्पात् साकारम्

માત્ર મંદિર નહીં... એક અમૂલ્ય આધ્યાત્મિક વારસો

શ્રીહરિની પાવન સ્મૃતિ અને ‘સ્વામિનારાયણ’ મહામંત્રના પ્રાગટ્યની પવિત્ર ધરતી પર આકાર લેતું એક ઐતિહાસિક ધામ.

પથ્થરો અને શિલ્પોથી નહીં, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને કૃતજ્ઞતાથી રચાતું આ પવિત્ર સ્થાન.

જ્યાં ઇતિહાસ માત્ર વાંચવામાં નહીં, પરંતુ હૃદયથી અનુભવવામાં આવશે.

જ્યાં દરેક શિલ્પ શ્રીહરિની દિવ્ય સ્મૃતિ અને મહામંત્રની મહિમાને ઉજાગર કરશે.

જ્યાં ‘સ્વામિનારાયણ’ મહામંત્ર માત્ર ઉચ્ચારવામાં નહીં, પરંતુ હૃદયમાં પ્રગટશે.

આવનારી પેઢીઓ માટે સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌરવશાળી આધ્યાત્મિક વિરાસતને જીવંત રાખતું પાવન કેન્દ્ર.

એક પવિત્ર સંકલ્પ — શ્રીહરિના રાજીપા માટે, ભક્તિ અને આધ્યાત્મિક વારસાને શાશ્વત બનાવવા માટે.

Temple Construction Journey
અમારો આધ્યાત્મિક પરિવાર

OUR SPIRITUAL FAMILY

એક જ આધ્યાત્મિક ભાવના, અનેક સેવાકાર્યો અને સંસ્કારમય સમાજના નિર્માણનો અવિરત સંકલ્પ.

જેતપુર, જિલ્લો રાજકોટ
શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન, જેતપુર લોગો

શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન, જેતપુર

શ્રીજી મહારાજના દિવ્ય સંકલ્પની પાવન ભૂમિ

✦

જેતપુરની આ પવિત્ર ભૂમિ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અહીં શ્રી સ્વામિનારાયણ ભગવાને ધર્મધુરા સંભાળી હતી અને પોતાના આશ્રિતો – હરિભક્તોના આધ્યાત્મિક કલ્યાણ અર્થે બે વરદાન માગ્યાં હતાં.

શ્રીજી મહારાજની કરુણા, પોતાના આશ્રિતો પ્રત્યેનો અપાર પ્રેમ અને તેમના સુખાકારીના દિવ્ય સંકલ્પની સ્મૃતિ સાથે જોડાયેલું આ સ્થાન હરિભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું પવિત્ર કેન્દ્ર છે.

વરાછા, સુરત
શ્રી સ્વામિનારાયણ મંદિર, કલાકુંજ – સુરત લોગો

શ્રી સ્વામિનારાયણ મંદિર, કલાકુંજ – સુરત

ભક્તિ અને સંસ્કારની દિવ્ય અનુભૂતિ

✦

સુરતના વરાછા વિસ્તારમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર, કલાકુંજ, ભક્તિ, સત્સંગ અને આધ્યાત્મિક સંસ્કારોનું પાવન કેન્દ્ર છે.

મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનાં દિવ્ય દર્શનથી પાવન થતું આ મંદિર હરિભક્તોને કથા-વાર્તા, સત્સંગ અને ભક્તિ દ્વારા આધ્યાત્મિક શાંતિ તથા પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાનો અનુભવ કરાવે છે.

ધાર્મિક ઉત્સવો, સત્સંગ સભાઓ અને સંસ્કારમય પ્રવૃત્તિઓ દ્વારા મંદિર ભક્તિભાવને દૃઢ કરવા તથા નવી પેઢીમાં આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરવા સમર્પિત છે.

કલાકુંજ – જ્યાં ભક્તિ હૃદયને સ્પર્શે, સત્સંગ જીવનને સમૃદ્ધ બનાવે અને સંસ્કાર જીવનને દિશા આપે.

લસકાણા, સુરત
શ્રી સ્વામિનારાયણ મિશન, સુરત લોગો

શ્રી સ્વામિનારાયણ મિશન, સુરત

જ્ઞાન, સંસ્કાર અને ચારિત્ર્યઘડતરનું કેન્દ્ર

✦

શ્રી સ્વામિનારાયણ મિશન એ આધુનિક શિક્ષણની સાથે આધ્યાત્મિક મૂલ્યો, નૈતિકતા અને ઉત્તમ ચારિત્ર્યના ઘડતર માટે સમર્પિત સંસ્થા છે.

પરમ પૂજ્ય ગુરુજીની પ્રેરણા અને ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ઉપદેશોથી પ્રેરિત આ સંસ્થા શિક્ષણ દ્વારા નવી પેઢીમાં જ્ઞાન, શિસ્ત, સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના ગુણોનું સિંચન કરવાના ધ્યેય સાથે કાર્યરત છે.

અહીં શિક્ષણને માત્ર શૈક્ષણિક સફળતા પૂરતું મર્યાદિત ન રાખતાં, વિદ્યાર્થીઓના શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસને મહત્ત્વ આપવામાં આવે છે.

“જ્ઞાનથી પ્રગતિ, સંસ્કારથી સમૃદ્ધિ અને ચારિત્ર્યથી જીવનની સાચી ઓળખ.”