
શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન, જેતપુર
શ્રીજી મહારાજના દિવ્ય સંકલ્પની પાવન ભૂમિ
જેતપુરની આ પવિત્ર ભૂમિ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અહીં શ્રી સ્વામિનારાયણ ભગવાને ધર્મધુરા સંભાળી હતી અને પોતાના આશ્રિતો – હરિભક્તોના આધ્યાત્મિક કલ્યાણ અર્થે બે વરદાન માગ્યાં હતાં.
શ્રીજી મહારાજની કરુણા, પોતાના આશ્રિતો પ્રત્યેનો અપાર પ્રેમ અને તેમના સુખાકારીના દિવ્ય સંકલ્પની સ્મૃતિ સાથે જોડાયેલું આ સ્થાન હરિભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું પવિત્ર કેન્દ્ર છે.





